પિત્તળના વાસણો

છેક ચાલ્કોલીથિક (તામ્ર-પથ્થર) યુગથી ગુજરાત ધાતુના કારીગરોનું રહેઠાણ રહેલ છે. તે બાબત સુવિખ્યાત છે કે હરપ્પાના લોકોએ કે જે સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં વિપુલ માત્રામાં મળી આવે છે, તાંબા અને કાંસાના ઘડતર, ઢાળણ તેમજ હથોડીથી ટીંપવાના કામમાં નિપુણતા પ્રાપ્ત કરેલી હતી.
સદીઓ પછીથી કિંમતી વસ્ત્રો, આભુષણો અથવા દાણા અને પાણી સંગ્રહ કરવાના ઉત્કૃષ્ટ પાત્રો ગુજરાતના કાઠિયાવાડના અગાઉના શાસકો-કાઠી પાસેથી આવતા હતા. દરેક કાઠી સ્ત્રી પોતાના દહેજમાં ચાર પિત્તળના વાસણો -ડાબલો, કથરોટ, કરંડિયો અને ગોળી - લાવીને નવા ઘરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરતી હતી.
સુરેન્દ્રનગરમાં વઢવાણ જિલ્લાના કંસારાઓ આ કલાના કસબીઓ છે. સામાન્ય રીતે, પાંચ અથવા છ સભ્યોના સમૂહમાં તેઓ પોતાનાં ઘરોમાં કામ કરે છે. તેઓએ આધુનિક વસ્તુઓ જેવી કે, લેમ્પ શેડસ, કન્ટેઇનર્સ, કેન્ડલ હોલ્ડર્સ અને બુક માર્કસ ઉપરાંત પરંપરાગત વસ્તુઓ જેવી કે ગાગર, ઘડા, દેગડું, ભગોણા, માટલી, ગોળી, ચરૂડી વગેરે પણ બનાવવાનું ચાલુ રાખ્યું છે.