સુરેન્‍દ્રનગર વણકર સમાજ (સુવાસ)
ગ્રામીણ કસબીઓનું મંડળ
સુરેન્દ્રનગરની હસ્તકલાઓ

પથ્થરના ઠામવાસણ

Stone

સુરેન્‍દ્રનગરની સૂકી ભૂમિ, સોમપુરા પથ્થર કોતરનારાઓના સુંદર કસબ માટે બિલકુલ યોગ્‍ય વાતાવરણ સર્જે છે. સફેદ ચૂનાના પથ્થરો ઉપર કામ કરતા આ કબસીઓ પોતાના કાર્ય પ્રત્‍યે સમર્પિત હોય છે અને જયાં સુધી સંપૂર્ણ આકાર પ્રાપ્ત ન થાય ત્‍યાં સુધી સખત પથ્થરોને કાપવાનું, ઘડવાનું અને શારણ કરવાનું ચાલુ રાખે છે.

પરંપરાગત રીતે, સોમપુરાઓ કે જેઓ મંદિરોના સ્‍થપતિ તરીકે જાણીતા છે. તેઓને તેમની કોતરણી કામ દ્વારા મંદિરોની દિવાલોને તેમજ તાજા પ્‍લાસ્‍ટર ઉપર રંગોથી સુશોભિત કરવા માટે કામ ઉપર રાખવામાં આવ્‍યા હતા. તેઓએ વાસ્‍તુશાસ્‍ત્રના પ્રાચીન વિજ્ઞાન અને શિલ્‍પશાસ્‍ત્રનું મિશ્રણ કરીને આજ સુધી સ્‍થાપત્‍યની દ્રષ્‍ટિએ  અદ્દભૂત ગણાય તેવા મહાલયોનું નિર્માણ કરેલ છે.

આજના સોમપુરાઓએ આ કલાને સમકાલીન સ્‍વરૂપ આપીને અત્‍યારની આધુનિક વસ્તુઓ જેવી કે પથ્થરનું રાચરચીલું, ઘડા, ફુવારાઓ, સ્‍તંભો અને ચીજવસ્‍તુઓ મૂકવાના ઘોડા વગેરે પણ બનાવે છે. સોમપુરાઓના કૌશલ્‍યો સદીઓ પુરાણા છે અને પેઢી દર પેઢી, પિતાથી પુત્ર પાસે આ કલા પસાર થતી રહી છે. આજે પણ, સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ ગામનો નાનો છોકરો રમતના સાધનોની જેમ હથોડી અને ટાંકણાનો ઉપયોગ કરે છે અને આ પરંપરા પછીની પેઢીમાં પણ સજીવન રહેવાની છે, તેની ખાતરી આપે છે.

© All rights reserved SUVAS 2009 | Best viewed in firefox, 1024 x 768 resolution