સુરેન્‍દ્રનગર વણકર સમાજ (સુવાસ)
ગ્રામીણ કસબીઓનું મંડળ
સુરેન્દ્રનગરની હસ્તકલાઓ

ટાંગલીયા

Tangliya

ટાંગલીયા , ગુજરાતના ભરવાડ સમુદાયના પરંપરાગત વસ્‍ત્રનો એક હિસ્સો છે. પ્રાદેશિક લાકવાયકા અનુસાર, એક વખત એક ભરવાડ યુવક, વણકર સમુદાયની છોકરીના પ્રેમમાં પડયો અને તેની સાથે લગ્ન કર્યા, તેના કુટુંબ દ્વરા બહિષ્‍કૃત થવાથી તે વણકરો સાથે રહેવા ગયો. અહીંયા તેણે ઢોરઢાંખર ચરાવવાનું કામ ચાલુ રાખ્યું પરંતુ વણાટની કલાને પણ શીખ્‍યો. આ રીતે આ પ્રદેશમાં ઊનનું વણાટકામ પણ ચાલુ થયું અને આ રીતે ટાંગલીયા નો પ્રાદુર્ભાવ થયો. તેના વંશજોએ ડાંગસિયા સમુદાયની રચના કરી અને આજે પણ તેમણે આ પરંપરાને ચાલુ રાખી છે.

પરંપરાગત રીતે ટાંગલીયા શૉલ ૧૦ ફૂટ લાંબી અને ૪ ફૂટ પહોળી હોય છે. પ્રાદેશિક ભરવાડ સ્‍ત્રીઓ દ્વારા ખાસ પ્રસંગોએ આ શૉલને પેટિકોટ ઉપર પહેરવામાં આવે છે. મૂળ તાંતણાને બનાવવા માટે ઘેંટાનું ઊન કાચી સામગ્રી છે કે જેના ઉપર ખાસ પદ્ધતિથી સૂતરના તાંતણાઓનો ઉપયોગ કરી, બીડ-વર્ક અથવા દાણા કાર્ય કરવામાં આવે છે. આ કાર્ય દ્વારા, કાપડ જયારે શાળ ઉપર હોય છે ત્‍યારે ભરતની ભાત ઉપસાવવામાં આવે છે. વાણા ઉપર દાણો સર્જાય છે. લઘુતમ ત્રણ વાંકો ઉપર ચારેબાજુ બારીક દોરીને વીંટીને વાણા ઉપર આ પ્રક્રિયાથી દાણા ઉપસાવવામાં આવે છે.

કસબીઓના હિતોના રક્ષણ તેમજ અભિવૃદ્ધિ માટે ટાંગલીયા કલાની ભૌગોલિક સંજ્ઞા (GI) મેળવવાની પ્રક્રિયા નિફટ કરી રહ્યું છે.

© All rights reserved SUVAS 2009 | Best viewed in firefox, 1024 x 768 resolution