નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ)[http://www.nift.ac.in]
![]() |
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ)ની સ્થાપના ભારત સરકારના કાપડ મંત્રાલયની અંતર્ગત ૧૯૮૬માં કરવામાં આવી હતી. ભારતમાં આ સંસ્થાની સ્થાપના ડિઝાઇન, પ્રબંધન તેમજ પ્રૌદ્યોગિકીના ક્ષેત્રોમાં ઉદ્દભવતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં નેતૃત્વના સ્થાનો ગ્રહણ કરવા માટે વ્યાવસાયિકોને તૈયાર કરતી પ્રમુખ સંસ્થા તરીકે કરવામાં આવી છે. નિફટે શૈક્ષણિક ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત કર્યા છે તેમજ પ્રૌદ્યોગિક ક્ષેત્રોમાં સક્ષમ વ્યાવસાયિકો અને સર્જનાત્મક પ્રતિભાઓ પૂરી પાડીને વૈચારિક નેતૃત્વમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરેલ છે. |